Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ખેડૂતોને માત્ર 2 કલાક જ વીજ પુરવઠો મળતો હોવાને કારણે ડેડીયાપાડા ડે.સરપંચે પ્રાંતને આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : ડેડીયાપાડા ડેપ્યુટી સરપંચ પંકજભાઈ વસાવાએ ખેડૂતના પ્રશ્નોને લઈને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે.
આવેદનમાં જણાવ્યા મુજબ ખેડુતોને છેલ્લા ૨૦ દીવસથી ૭ થી ૮ કલાક વિજ-પુરવઠો મળવો જોઇએ તેના બદલે  માત્ર ૧ થી ૨ કલાક જ વિજ-પુરવઠો આપવામાં આવે છે, અને ક્યારેક તો એ પણ આપવામાં આવતો નથી.
અત્યારે ખેતીની સિઝન ચાલે છે, વરસાદ પણ ઓછો છે. તેમજ પાણીની તંગી છે. હાલ ડાંગર, કપાસ, તુવેરની રોપણી થઇ ગઇ છે. જેથી પાણીની ખાસ જરૂર છે પાણી વગર પાકને નુકસાન થાય તેમ છે.આમ પણ કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે અમે ખેડુતો આર્થિક રીતે પાયમાલ થયા છે. હાલત કફોડી બની છે. જેમાં વિજ- પુરવઠો ન મળવાના કારણે હજુ અમારી હાલત ન ખરાબ થાય તે બાબતે ધ્યાન રાખી રોજ ૭ થી ૮ કલાક સરકારના આદેશ અનુસાર વિજ-પુરવઠો મળે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા આવેદનમાં જણાવ્યું છે.

(11:10 pm IST)