Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

તારક મહેતાના પત્રકાર પોપટલાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આરોગ્ય વનની મુલાકાત લીધી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી જાણીતા બનેલા પોપટલાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ આરોગ્ય વનની મુલાકાત લીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડીયાકોલોની સ્થિત આરોગ્ય વનની મુલાકાતે આવેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવતાં શ્યામ પાઠક પોતાના સહ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ આરોગ્ય વનની મુલાકાત લેતા પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો,આ આરોગ્ય વન કે જ્યાં પાંચ લાખથી વધારે ઔષધિઓ આવેલી છે તેની પરિવાર સાથે પોપટલાલે મુલાકાત લીધી હતીઅને વિવિધ ઔષધિઓની જાણકારી પણ મેળવી હતી  ત્યારબાદ સહ પરિવાર સાથે ઔષધ માનવ પાસે એક ફોટોશૂટ કરાવી આરોગ્ય વનના ફોરેસ્ટ ગાઈડ કુંજલભાઈ વસાવા દ્વારા પોપટલાલ અને તેમના પરિવારને સુંદર અને સરળ ભાષામાં દરેક ઔષધિની જાણકારી આપી એના ફાયદા  સમજાવ્યા હતા.આમ તારક મહેતા ફેમ પોપટલાલની અહીંની મુલાકાતથી પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો હતો .

(11:08 pm IST)