Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જુનારામપુરા પેટ્રોલ લેવા પૈસા ન આપનાર વ્યક્તિને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુનારામપુરા ગામમાં ઉછીના રૂપિયા ન આપનાર શખ્સને માર મારનાર વિરુદ્ધ ફરીયાદ થઈ છે
  પ્રાપ્ત માહિતી અનુસાર જુનારામપુરામાં રહેતા સુખરામ ભાઇ અંબાલાલભાઇ તડવીની ફરિયાદ મુજબ તેઓ 1 લી જુલાઈ એ બપોરે 2.30 વાગે પોતાના ઘરેથી ગામમાં આવેલ દુકાને પેટ્રોલ લેવા માટે ગયેલ તે વખતે ગામના ભુપતભાઇ ભીમાભાઇ તડવીએ દુકાન પાસે આવીને પચાસ રૂપિયા માંગતા સુખરામે જણાવેલ કે મારી પાસે પેટ્રોલ લેવા પુરતા જ પૈસા છે બીજા પૈસા મારી પાસે નથી ત્યારે  ભૂપતબગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતો ત્યાંથી જતો રહેલ ત્યારબાદ સુખરામ પેટ્રોલ લઈને ઘરે જતો હતો તે વખતે ભુપત એ રસ્તામાં જણાવેલ કે , તુએ મને પચાસ રૂપિયા કેમ નહીં આપ્યા તેમ કહી બાજુમાં પડેલ લાકડીનો એક સપાટો મારી દઇ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ભુપત તડવી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.
દુકાનો,કેબીનો પર ગેરકાયદેસર પેટ્રોલ વેચાણનો ધીકતો ધંધો ક્યારે બંધ થશે.?
જોકે કાયદા મુજબ પેટ્રોલ પંપ સિવાય દુકાન,કેબીન કે અન્ય જગ્યાઓ પર પેટ્રોલ કે અન્ય જ્વલંતશીલ પદાર્થ વેચવો ગેરકાનૂની હોવા છતાં નર્મદા જિલ્લામાં આ ધંધો ધામધોકાર ચાલે છે જે ક્યારેક જોખમી હોય તંત્ર એ આ બાબતે કડક પગલાં લેવા જરૂરી છે .

(11:04 pm IST)