Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ગરૂડેશ્વર તાલુકાના સોનગામ પાસે જુગાર રમતા ૪ જુગારીયાઓ રૂ.૪૮૦૦ સાથે ઝડપાયા: ૫ ભાગી છૂટ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના સોનગામ નજીક જુગાર રમતા જુગરીયાઓને પકડવા પોલીસે બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી ચાર જુગારિયાઓ ઝડપાઇ ગયા હતા જ્યારે પાંચ નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર પોલીસે બાતમીના આધારે સોનગામ પાસે રેડ કરતા ત્યાંથી (૧)રસીકભાઈ ભાણાભાઈ ભીલ (૨)કલ્પેશભાઈ ધર્મદાસભાઈ ભીલ (3) કમલેશભાઈ હરિદાસભાઇ ભીલ (રહે,સોનગામ તા.ગરુડેશ્વર)  (૪) દિનેશભાઈ નટુભાઈ ભીલ (રહે, નામલપુર તા.તિલકવાડા) હાર જીતનો જુગાર રમી રમાડી દાવ ઉપરના રૂ.૧૩૦૦ તથા અંગ ઝડતીના રૂ.૩૦૦૦ તથા એક બેટરી જેની કિ.રૂ ૫૦૦ મળી કુલ રૂ।-૪૮૦૦ના મુદામાલ સાથે રેડ દરમ્યાન ઝડપાઇ ગયા હતા જ્યારે (૫) હરેશભાઈ અભેસિંગભાઈ તડવી (૬) નરેશભાઈ વિઠ્ઠલભાઈ ભીલ (૭) જગદિશભાઈ કાળુભાઈ ભીલ (૮) મહેશભાઈ બાલુભાઈ ભીલ (૯) આનંદભાઇ જયંતીભાઈ ભીલ (તમામ રહે,સોનગામ )ત્યાંથી ભાગી જતા ગરૂડેશ્વર પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:03 pm IST)