Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

રાજ્યમાં શુક્રવારે 25,675 નાગરિકોને વેક્સિન અપાઇ : કાલે 40 હજાર લોકોને રસીનો ટાર્ગેટ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાલે તમામ 400 વેક્સિન સેન્ટર કાર્યરત કરવાનો દાવો

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગુરુવારે દૈનિક ધોરણે 25 હજાર નાગરિકોને રસી આપવાનું આયોજન કર્યું હતું અને આજે શુક્રવારે 25,675 નાગરિકોને કોરોનાની રસી એસપી હતી પણ આજે 40 હજાર વેક્સિન આવી હોવાથી કાલે 40,000 નાગરિકોને રસી આપવાનું આયોજન કરાયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાલે તમામ 400 વેક્સિન સેન્ટર કાર્યરત કરવાનો દાવો કરાયો છે. કોરોના વેકસીનની અછત વચ્ચે શહેરમાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું છે કે, આવતીકાલે શનિવારે શહેરમાં 40 હજાર નાગરિકોને કોરોનાની રસી આપવાનું આયોજન કરાયું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે કુલ 25,675 નાગરિકોને રસી આપી હતી. આ પૈકી 679 સુપર સ્પ્રેડર્સને કોરોનાની રસી અપાઈ હતી જેમાં 18થી 44 વર્ષની ઉંમરના 491 નાગરિકો અને 45 વર્ષથી વધુ ઉંમરના 188 નાગરિકોને રસી અપાઈ હતી.

અત્યાર સુધીમાં 14,305 સુપર સ્પ્રેડર્સને કોરોનાની રસી અપાઈ હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ મહિનામાં તમામ સુપર સ્પ્રેડર્સને રસી આપવાનો લક્ષયાક હતો પણ આ ટાર્ગેટ પૂરો થયો નથી. આ ઉપરાંત છેલ્લા 10 દિવસથી સામાન્ય નાગરિકોને દૈનિક 25 હજાર રસી અપાઈ રહી છે હવે ચોતરફ લોકોમાં રોષ વધતા કોર્પોરેશન રસીકરણ વધારી રહ્યું છે પણ પૂરતો સ્ટોક આવી રહ્યો નથી.

(11:00 pm IST)