Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કાશ્મીર એ આપણો આંતરીક મામલો ,પાકિસ્તાનને કોઇ લેવા દેવા નથી.: વડોદરામાં દિગ્વિજયસિંહની સ્પષ્ટ વાત

આંતરકલહ મુદ્દે દિગ્વિજયસિંહે કહ્યું -કોંગ્રેસ કરતાં ભાજપમાં આંતરકલહ વધુ

વડોદરા : કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે વડોદરામાં પત્રકારોની વાતચીત દરમિયાન કાશ્મીર બાબતે કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યુ હતુ કે, કાશ્મીર એ આપણો આંતરીક મામલો છે, પાકિસ્તાનને કોઇ લેવા દેવા નથી. જમ્મુ-કાશ્મીરની સમસ્યાના મુદ્દે સ્થાનીક આગેવાનોની સાથે વાતચીત કરીને ઉકેલ લાવવો જોઇએ તેવી મારી વાતને વડાપ્રધાન મોદીએ સ્વિકારી છે, તેમનો હું આભાર માનુ છું. કાશ્મિરનો મુદ્દો સંવેદનશીલ છે. તેની ચર્ચા કરીને ઉકેલ લાવવો જોઇએ.

  વડોદરામાં પારિવારીક પ્રસંગમાં હાજરી આપવા પધારેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહએ હરણી હવાઇ મથકે પત્રકારોની સાથે વાતચીત કરતાં કોંગ્રેસમાં આંતરકલહના મુદ્દે તેઓએ વળતો પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ કરતાં ભાજપમાં આંતરકલહ વધુ છે.
  વડોદરાના હરણી એરપોર્ટ પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા દિગ્વિજયસિંહનું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા અમી રાવત, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત, અમીત ગોટીકર સહિતના સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ સુતરની આંટી આપી ભવ્ય સ્વાગત કર્યું હતું. કોંગેસ નેતાને આવકારવા માટે કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં હરણી એરપોર્ટ પર હાજર રહ્યા હતા. જણાવ્યુ હતુ કે,

(8:22 pm IST)