Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

રાજ્યમાં ખનીજના બિનઅધિકૃત ખનન, વહન, સંગ્રહ અંગે રાજ્યવ્યાપી દરોડા : ૧૨ જિલ્લાઓમાં ૧૫૪ જેટલા સ્ટોક ધારકો પાસેથી રૂા.૬.૯૭ કરોડનો દંડ વસુલ

અમદાવાદ : રાજ્યમાં ખનીજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અટકે એ માટે નિયમીતરૂપે આકસ્મિક   દરોડા પાડીને અસરકારક કામગીરી કરવામાં આવે છે જેના ભાગરૂપે તાજેતરમાં રાજ્યવ્યાપી દરોડા પાડીને રાજ્યના ૧૨ જિલ્લાઓમાં ૧૫૪ જેટલા સ્ટોક ધારકો પાસેથી રૂા.૬.૯૭ કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.

 રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી દ્વારા જણાવ્યાનુસાર આ કચેરીની ફ્લાઈંગ સ્ક્વોર્ડ તેમજ જીલ્લાઓની ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરીની તપાસ ટીમો દ્વારા સંયુક્ત રીતે રાજ્યમાં ખનિજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અંગે અવારનવાર આક્સ્મિક તપાસો હાથ ધરવામાં આવતી હોય છે. જે અંતર્ગત તાજેતરમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર મળી કુલ ૧૨ જીલ્લાઓમાં ફ્લાઈંગ સ્ક્વોર્ડ તેમજ જીલ્લા કચેરીની પંદર તપાસ ટીમો દ્વારા સાદી રેતી ખનિજના કુલ ૧૬૭ જેટલા સ્ટોકમાં સંયુક્ત રીતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન ૧૫૪ જેટલા સ્ટોકધારકો દ્વારા ૨,૦૬,૨૧૩ મેટ્રિક ટન  બિનઅધિકૃત સંગ્રહ/નિકાશ સંદર્ભે રૂ. ૬.૯૭/- કરોડ નો દંડ વસુલ કરીને નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ વધુમાં જણાવાયુ છે.

(6:26 pm IST)