Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

અમદાવાદમાં EDની ઓફિસમાં CBIના દરોડા : બે અધિકારીઓને 5 લાખની લાંચ લેતા ઝડપ્યા

ડેપ્યુટી ડાયરેક્ટર ભુવનેશ કુમાર અને આસિ.ડાયરેક્ટર પૂર્ણકાંત સિંઘને 5 લાખની લાંચ લેતા ઝડપાયા: રૂપિયા 75 લાખની માગી હતી લાંચ

અમદાવાદ EDની ઓફિસમાં CBIએ દરોડા પાડીને ડેપ્યૂટી ડાયરેક્ટર ભુવનેશ કુમાર અને આસિ.ડાયરેક્ટર પૂર્ણકાંત સિંઘને રૂ.5 લાખની લાંચ લેતા ઝડપાયા છે ED સંસ્થાના અધિકારીઓ દરોડા પાડીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા હોય છે. પરંતુ અમદાવાદમાં EDના જ બે અધિકારીનો પર્દાફાશ થયો છે.

અમદાવાદ EDની ઓફિસમાં CBIએ દરોડા પાડીને ડેપ્યૂટી ડાયરેક્ટર ભુવનેશ કુમાર અને આસિ.ડાયરેક્ટર પૂર્ણકાંત સિંઘને રૂ.5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. આ બંને અધિકારીઓએ રૂપિયા 75 લાખની લાંચ માગી હતી. અને તેનો પહેલો હપ્તો આંગળિયાના માધ્યમથી મંગાવ્યો હતો. બંને અધિકારીઓ વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો તોડ કરી ચૂક્યા છે. CBIના ACB વિભાગે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

(6:12 pm IST)