Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વડોદરાના વાઘોડિયા ડભોઇ રિંગરોડ નજીક શોપિંગ સેન્ટરમાં નશો કરીને બુમાબુમ કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરના વાઘોડિયા ડભોઇ રોડ નજીક દારૃ પીને મોડીરાત સુધી બૂમાબૂમ કરતા ચાર યુવાનો સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા ડભોઇ રીંગરોડ પર  મહેશનગર શોપિંગ સેન્ટરમાં રહેતા કામિનીબેન સુનિલભાઇ સોનીએ પોલીસને જણાવ્યું છે કે,ગત રાતે સવા બાર વાગ્યે અમારી બાજુમાં સ્તુતિ મેડિકલ સ્ટોરવાળાની દુકાનની ઉપર ત્રીજા માળે ભાડુઆત છે.છેલ્લા ત્રણ મહિનાથી અવારનવાર મોડીરાતે દારૃ પીને બૂમાબૂમ કરતા હોય.અમે અવાર નવાર છોકરાઓને રોકટોક કરતા હતા.જેથી,છોકરાઓએ ઉશ્કેરાઇને અમને કહેતા હતા  કે,ફરિયાદ કરશો તો જાનથી મારી નાંખીશુ.જેથી,પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે (૧)ધર્મેશ ભરતસિંહ બારિયા (રહે.શિલ્પ ગ્રામ સોસાયટી,ડભોઇ રોડ)(૨)અક્ષય લાલજીભાઇ રાણા (રહે.રાજાનંદ ફ્લેટ તરસાલી સોમાતળાવ રોડ)(૩)નરેન્દ્રકુમાર ભીખાભાઇ વણજારા (રહે.વલ્લભ ટેનામેન્ટ,સોમા તળાવ  પાસે)અને (૪)ભાવિન  રોહિત (રહે.વાઘોડિયા  રોડ) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:09 pm IST)