Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વડોદરામાં મેડિકલ હોસ્ટેલમાં સ્ટુડન્ટે હોસ્ટેલની રૂમમાં ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: શહેરમાં ડોક્ટર ડે ના દિવસે જ મેડિકલ હોસ્ટેલમાં રહેતા મેડિકલ સ્ટુડન્ટે હોસ્ટેલની રૃમમાં જ ફાંસો ખાઇને પંખા પર ઇલેક્ટ્રિક વાયર વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.એમ.બી.બી.એસ.ના ફાઇનલ યરના સ્ટુડન્ટે ડિપ્રેશનમાં આવીને  આપઘાત કર્યો હોવાનું રાવપુરા પોલીસની પ્રાથમિક  તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,મૂળ રાજસ્થાનનો રહેવાસી દિપારામ ચંપાલાલ જીંગર (ઉ.વ.૨૫) ચાર વર્ષથી બરોડા મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતો હતો.પરંતુ,છેલ્લા બે વર્ષથી તે ડિપ્રેશનમાં રહેતો હતો.તેની સારવાર ચાલતી હતી.પુત્રની બીમારીના કારણે તેના પિતા પરમિશન લઇને તેની સાથે હોસ્ટેલની રૃમમાં જ રહેતા હતા.આજે સાંજે તેના પિતા બહાર શાકભાજી લેવા માટે ગયા હતા.૩૦ જ મિનિટમાં તેઓ પરત આવ્યા હતા.તેમણે દરવાજો ખખડાવ્યો હતો.પરંતુ,દિપારામે રૃમનો દરવાજો ખોલ્યો નહતો.જેથી,તેના પિતાએ હોસ્ટેલમાં રહેતા અન્ય યુવકોને જાણ કરી હતી.સાથી વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા.અને રૃમનો  દરવાજો સહેજ તોડયો ત્યારે દિપારામ પંખા પર લટકતો  હતો.આ અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવતા રાવપુરા  પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.અને આખો દરવાજો તોડી લાશ નીચે ઉતારી હતી.રાવપુરા  પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે,દિપારામ છેલ્લા બે વર્ષથી ડિપ્રેશનમાં આવી ગયો હતો.અને તેની દવા પણ ચાલતી  હતી.પુત્રની તબિયત નાદુરસ્ત  હોય તેના  પિતા કોલેજની પરમિશનથી તેની સાથે જ હોસ્ટેલના  રૃમમાં રહેતા હતા.પરંતુ,સાંજે અડધો કલાક માટે જ તેઓ શાકભાજી લેવા ગયા અને તેમના પુત્રએ આપઘાત કરી લીધો હતો.પુત્રના અવસાનના કારણે આઘાતમાં સરી પડેલા પિતાની આંખમાંથી આંસુ  રોકાતા નહતા.તેમની હાલત જોઇને  પોલીસે પણ તેમની પૂછપરછ કરવાનું ટાળ્યુ હતું.આવતીકાલે અન્ય પરિવારજનો રાજસ્થાનથી આવશે પછી પોલીસ વધુ પૂછપરછ કરશે.

(5:08 pm IST)