Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વડોદરાના વારસિયા વિસ્તારમાં ગોલ્ડન ચોકડી નજીક ચાની લારીનો ધંધો પચાવી પાડી ચાકુથી હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરનાવારસિયા વાસવાણી કોલોનીના રહેવાસી અને ગોલ્ડન ચોકડી પાસે ચાની લારી ચલાવતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ લાલવાણીને તેની પત્નીના જમાઈએ ચાની લારીનો ધંધો પચાવી પાડી ઝઘડો કરી ચાકુથી હુમલો કર્યો હતો જેમાં તેમના સાથીદાર પણ ઘાયલ થયા હોવાની પોલીસમાં ફરિયાદ કરી છે. વારસિયા વાસવાણી કોલોનીના રહેવાસી જીતેન્દ્ર ઉર્ફે જીતુ લાલવાણી અને તેના પત્ની રેખાબેન ગોલ્ડન ચોકડી પાસે ચાની લારી ચલાવતા હતા તે દરમિયાન તેમને ત્યાં અજય વસાવા નામનો છોકરો મદદ માટે રાખ્યો હતો.

તેણીએ તેના જમાઈ દિલીપ બાબુભાઈ પાતાણી મળીને મારો જુનો ધંધો હતો તે પડાવી લઇ મને બેકાર કરી દીધો હતો દરમિયાનમાં તારીખ પહેલીના રોજ અજય વસાવા સાથે ચાની લારી પર ગયો હતો ક્યારે ઝઘડો થયો હતો અને ધમકી આપી હતી કે મારા જમાઈને કહીને તને મારી નાખીશ અને મને પથ્થર મારી ઈજા કરી હતી તે સમયે સયાજી હોસ્પિટલમાં મારી રીક્ષા પલટી ખાઈ ગઈ છે અને વાયુ છે તેમ લખાવીને સારવાર કરી હતી. ત્યારબાદ તારીખ બીજીના રોજ બપોરે બે વાગે અજય વસાવા અબ્દુલ શેખને મારી સાથે રાખી લારી પર ગયા હતા તે દરમિયાન રેખાબેન હાજર હતા નહીં અને જમાઈ દિલીપભાઈ ધંધો કરતા હતા તેમણે મને જોઈને ઝઘડો કર્યો હતો અને લારીની પાછળ રહેતી મારી પત્ની ત્યાં આવી પહોંચી હતી ત્યારે જમાઈ દિલીપભાઈએ મારી ઉપર ચાકુથી હુમલો કરી ઈજા કરી હતી ત્યારે વચ્ચે અજય વસાવા બચાવવા પડતાં તેઓને પણ પેટમાં ચાકુ હુલાવી દીધું હતું.

(5:07 pm IST)