Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વાપીના સેલવાસ નજીક ગટરના ચેમ્બરમાં કામ કરવા ઉતરેલ બે મજૂરો ફસાઈ જતા ગેસ ગુંગણામણના કારણોસર મોટ નિપજતા ચકચાર

વાપી: સેલવાસ પાલિકાના ડોકમરડી વિસ્તારમાં આવેલી ગટરના ચેમ્બરમાં આજે ગુરૃવારે બપોરે સાફ સફાઇની કામગીરી વેળા બે મજૂરો સાથે સુપરવાઇઝરમાં ગેસ ગુંગણામણને કારણે ફસાય ગયા હતા. ઘટનાને પગલે જિલ્લા કલેકટરપોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચી ગયો હતો. ચેમ્બર્સમાં ફસાયેલા ત્રણે કર્મચારીને બહાર કાઢવા નજીકમાં સમાંતર ખાડો ખોદી હાથ ધરાયેલી કામગીરીમાં એક૫છી એક ત્રણેય કામદારની લાશ બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં ગંભીર બેદરકારી છતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસ નગર પાલિકાના સાફ સફાઇ કોન્ટ્રાકટમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આજે ગુરૃવારે બપોરે ડોકમરડી વિસ્તારમાં ગટરની ચેમ્બર્સ સાફ સફાઇ કરવા કવાયત આદરી હતી. બાદમાં એક કામદાર રાજુ ચેમ્બર્સ ઉતર્યા કોઇ પ્રત્યુત્તર નહી આપતા અન્ય કામદાર ઈશ્વર ચેમ્બર્સમાં ઉતર્યો હતો. જો કે બન્ને કામદારો પરત બહાર નહી આવતા સુપરવાઇઝર ધાર્મિક પણ બચાવવા ઉતર્યો હતો.

 

(5:05 pm IST)