Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સુરતના મોટા વરાછામાં વતન જવાના બહાને કાર લઇ ગઈ પરત નહીં કરી વિશ્વેશ્ચત આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના મોટા વરાછાના એન્જિનીયરીંગના વિદ્યાર્થી પાસેથી વતન જવાના બહાને ચારેક માટે બ્રેઝા કાર લઇ ગયા બાદ આજ દિન સુધી પરત નહીં આપી વિશ્વાસઘાત કરનાર મિત્ર વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે.

મોટા વરાછા સ્થિત લજામણી ચોક વિસ્તારના મોમાઇ કોમ્પ્લેક્ષના ફ્લેટ નં. બી 105માં રહેતા રત્નકલાકારનો એન્જિનીયરીંગનો અભ્યાસ કરતા પુત્ર હર્ષકુમાર શાંતિભાઇ ડોબરીયા (ઉ.વ. 20 મૂળ રહે. ઇશ્વરીયા ગામ, તા. લાલપુર, જિ. જામનગર) ને એકાદ વર્ષ અગાઉ મિત્ર હસ્તક રમેશ વલ્લભ નાવડીયા (રહે. સૂર્યકિરણ સોસાયટી, ચીકુવાડી, કાપોદ્રા) પરિચય થયો હતો. ગત તા. 1 ફેબ્રુઆરીએ હર્ષ તેના મિત્ર દિલીપ કશવાળા સાથે ઘર નજીક તાપી આર્કેડ પાસે બેઠો હતો ત્યારે રમેશે સામાજીક કામ અર્થે વતન જવાનું છે અને ચારેક દિવસમાં પરત આવશે એમ કહી હર્ષની બ્રેઝા કાર નં. જીજે-05 આરએલ-0897 લઇ ગયો હતો. મિત્રતાના નાતે હર્ષએ કારની આર.સી બુક, ઇન્સ્યુરન્સ પોલીસી સહિતના ડોક્યુમેન્ટ્સ પણ રમેશને આપ્યા હતા પરંતુ ચાર દિવસમાં રમેશ પરત આવ્યો ન હતો અને હજી ચારેક દિવસ થશે એમ કહી વાયદા કર્યા હતા. જેથી હર્ષએ મિત્ર દિલીપ પાસે ફોન કરાવતા રમેશે કાર પરત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે હર્ષના પિતાએ અમરોલી પોલીસમાં રમેશ વિરૂધ્ધ અરજી કરતા રમેશે તેના મિત્ર મહેશ હસ્તક કતારગામ લક્ષ્મી એન્કલેવમાં ઓફિસ ધરાવતા નોટરી સમક્ષ કાર પરત આપવાનો બાંહેધરી કરાર લખી આપ્યો હતો. પરંતુ ત્યાર બાદ પણ કાર પરત આપી ન હતી અને રમેશે અન્ય પરિચીત લોકો પાસેથી પણ કાર લઇ જઇ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળતા છેવટે હર્ષએ રમેશ વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. 

(5:04 pm IST)