Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ગાંધીનગરના મહુન્દ્રા પાટિયા નજીક પોલીસે 2.76 લાખનો દારૂનો જથ્થો ઝડપી બુટલેગરની શોધખોળ શરૂ કરી

ગાંધીનગર :શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ચિલોડા પોલીસે હિંમતનગર હાઈવે ઉપર મહુન્દ્રા ગામના પાટીયા પાસેથી કારનો પીછો કરીને રપર વિદેશી દારૃની બોટલ કબ્જે કરી હતી. જો કે બુટલેગર ભાગી જવામાં સફળ રહયો હતો ત્યારે પોલીસે કાર અને દારૃ મળી કુલ ર.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને કાર નંબરના આધારે ફરાર બુટલેગરની શોધખોળ શરૃ કરી છે.   

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે અને તેમાં પણ હવે બુટલેગરો દ્વારા ખેપિયાઓની મદદથી દારૃની ખેપ લગાડવામાં આવતી હોય છે. ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર આ પ્રકારે રાજસ્થાન તરફથી મુસાફરોના સ્વાંગમાં ખેપિયાઓ સક્રિય થયા છે. ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ધણપ પાટીયાથી ચિલોડા તરફ આવતા માર્ગ ઉપર એક કાર નં.જીજે-૦૧-આરડી-૩૭૦૨ શંકાસ્પદ હાલતમાં જણાઈ હતી જેથી પોલીસ ટીમે આ કારનો પીછો કરતાં બે બુટલેગરો મહુન્દ્રા પાટીયા નજીક કાર મુકીને અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૃની રપર બોટલો મળી આવી હતી.હાલ તો પોલીસે ૭૬૧૦૪ની કિંમતનો દારૃ અને કાર મળી કુલ ર.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે  લઈને પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને કારના નંબરના આધારે ફરાર થઈ ગયેલા બુટલેગરોની શોધખોળ પણ શરૃ કરવામાં આવી છે. તો કલોલ શહેર પોલીસને પણ બાતમી મળી હતી કે માલાભાઈ ભોપાભાઈ કાંગસીયા રહે.અનાજ માર્કેટની પાછળ ભુતીયા મસાલાની ચાલી રેલ્વે પૂર્વ તેના ઘરે દારૃનું વેચાણ કરે છે જે બાતમીના આધારે તેના ઘરે દરોડો કરીને વિદેશી દારૃની આઠ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:00 pm IST)