Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ગાંધીનગરમાં સે-17માં 50 જેટલા આવાસોને જમીનદોસ્ત કરવામાં આવશે

ગાંધીનગર:શહેરમાં સ્થાપનાકાળથી પડવાનાં વાંકે ઉભા રહેલા સરકારી આવાસોનો અગાઉ કરવામાં આવ્યો હતો આ ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જોખમી આવાસો મોટી સંખ્યામાં હોવાનું સામે આવ્યું હતું.તેને તાત્કાલિક ખાલી કરાવીને તોડવા અંગેની મંજુરી વિભાગમાંથી લેવામાં આવી રહી છે.જે અંતર્ગત ગાંધીનગરના સેક્ટર-૧૭માં કે જ્યાં જર્જરીત મકાનો તોડવાની કામગીરી ચાલુ જ છે ત્યાં જ ટાઇપના વધુ ૫૦ આવાસો જમીનદોસ્ત કરવામાં આવશે. જ્યારે સે-૧૨માં પણ નવ બ્લોક કે જે ગમે ત્યારે પડી જાય તેમ છે તેને પણ ઉતારી લેવાશે.

ગુજરાત રાજ્યના પાટનગર તરીકે ગાંધીનગરની જાહેરાત કર્યા બાદ કેપીટલ ટાઉન પ્લાનીંગ પ્રમાણે સેક્ટરોની રચના કરવામાં આવી હતી. અમદાવાદ તરફ નવા સેક્ટરો રાખીને જુના સેક્ટરો પહેલા બનાવવામાં આવ્યા હતા. જ્યાં સરકારી કર્મચારી અને અધિકારીઓને તેમના પગાર એટલે કેતેમના હોદ્દા પ્રમાણે વિવિધ પ્રકારના મકાનો સરકારે બનાવ્યા હતા. જેમાં તમામ સુવિધાઓ મળી રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જુના સેક્ટરો બાદ નવા સેક્ટરોમાં પણ કર્મચારી અને અધિકારી માટે બે અને ત્રણ માળના બ્લોક બનાવવામાં આવ્યા હતા અને આ તમામ સરકારી આવાસોની જવાબદારી પાટનગર યોજના વિભાગને સરકારે આપી હતી. ત્યારે સ્થાપનાકાળથી ઉભા રહેલા સરકારી મકાનો દશકાઓ વિતી જવાને કારણે ખખડધજ થઇ ગયા છે. જો કેવિભાગ દ્વારા સમયાંતરે રીનોવેશન કરવામાં આવે છે પરંતુ તે માત્ર થિંગડા લગાવવા પુરતું જ હોવાને કારણે આ મકાનોમાંથી મોટા ભાગના મકાનો ગમે ત્યારે પડી જાય તેમ છે. રહિશો માટે જીવનું જોખમ હોવાને કારણે વિભાગ દ્વારા ટેકનીકલ ટીમને રોકીને નગરના ૧૬ હજાર જેટલા સરકારી આવાસોનો સર્વે અગાઉ કરવામાં આવ્યો હતો. જેમાં જોખમી લાગતા મકાનોને તાત્કાલિક ખાલી કરાવી દઇને તેને તારની ફેન્સીંગ દ્વારા કોર્ડન કરી દેવામાં આવે છે અને આ બ્લોક તોડી પાડવા માટે વિભાગમાં દરખાસ્ત પણ કરવામાં આવે છે.

(4:54 pm IST)