Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

તલોદ તાલુકાના રણાસણ નજીક તસ્કરો ટ્રોલી ઉઠાવી છૂમંતર થઇ જતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

તલોદ:તાલુકાના મોઢુકા ગામના હિમાંશુ સુરેશચંદ્રપટેલતલોદ તાલુકાના રણાસણ ખાતે હાઈવે રોડ નજીક આવેલા જલારામ એવન્યુ નામના કોમ્પલેક્ષમાં ખેતીવાડીને લગતાં ઓજારો/ સાધનના આવતા રોટાલેટરકલ્ટીવેટર તથા સ્પ્રે પમ્પ જેવા સાધનોનું વેચાણ કરે છે. તેઓએ દુકાન આગળ 'તીસરી આંખએવા સીસીટીવી કેમરા લગાવ્યા છે અને તેમના કહેવા મુજબ દરરોજ સવારે ઘેરથીજ તેઓ સીસીટીવી કેમેરામાં થયેલું રેકોડીંગ જુએ તપાસે છે. જે અન્વયે ગતરોજ સવારે જોતાંમોબાઈલના ફુટેજમાં દુકાન આગળ પાર્ક કરેલી ટ્રોલી (ટ્રેલર) ગુમ થયેલી જણાતાંજ તેઓ તત્કાળ જાત તપાસ કરવા દુકાને પહોંચી ગયા હતા. ત્યાં એ વાત પાક્કી થયેલી કે ટ્રેલર કોઈક અજાણ્યા તસ્કરો ઉપાડી ગયા હતા. કેમેરાનું રેકોડીંગમાં જોતાંજ માલુમ પડેલું કે રાત્રીના ૧ક.૫૭મિ.ના સમયે કોઈક અજાણ્યો ઇસમ ટ્રેક્ટર પાછળ ટ્રોલી બાંધીને લઈ જતો સ્પષ્ટ જણાયો હતો.

(4:53 pm IST)