Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ધો. ૯ અને ધો. ૧૦ના એક-એક વર્ગની શાળામાં ૧ આચાર્ય, ૩ શિક્ષકનું મહેકમ મળશે

શિક્ષણ વિભાગે દરખાસ્ત સરકારમાં મોકલીઃ હવે નિર્ણય થશે

રાજકોટ, તા. ૨ :. ગુજરાત સરકારે હવે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને તેના મહેકમમાં સુધારો કર્યો છે. ગુજરાત રાજ્યમાં ધો. ૯ અને ધો. ૧૦ની એક-એક વર્ગની શાળામાં હવે ૧ આચાર્ય અને ૨ શિક્ષકોને બદલે ૧ આચાર્ય અને ૩ શિક્ષકો મળશે.

વિવિધ શૈક્ષણિક સંગઠનોની શિક્ષણ વિભાગને રજૂઆત બાદ દરખાસ્ત સરકારને મોકલવામાં આવી છે. જે અંગે આવનારા દિવસોમાં નિર્ણય થશે. ગ્રામ્ય વિસ્તારમાં ધો. ૯ અને ધો. ૧૦ના એક-એક વર્ગ ધરાવતી શાળામાં ૫૦ની સંખ્યા હોય અને શહેરમાં ૭૫ની સંખ્યા હોય તો ત્યાં ૩ને બદલે ૪નું મહેકમ મળે તેવી શકયતા વધી છે.

ગુજરાતમાં હાલમાં ધો. ૯ અને ધો. ૧૦ના એક-એક વર્ગ ધરાવતી હોય તેવી ૧૫૧૨ ગ્રાન્ટેડ શાળા આવેલી છે. આ ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજીત નવા ૧૫૧૨ શિક્ષકોની જરૂરીયાત ઉભી થાય તેમ છે. જેની પાછળ ૫૬ કરોડનો ખર્ચ થવાની શકયતા છે.

(3:25 pm IST)