Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

RTE પ્રવેશ ફોર્મ ભરતી વખતે ઝેરોક્ષ અપલોડ કરતા ફોર્મ રીજેકટ !

ઘણા વાલીઓ ભૂલથી ઝેરોક્ષ અપલોડ કરી રહ્યા છે

અમદાવાદ, તા. ૨ :. ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓમાં ધો. ૧માં રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત પ્રવેશ માટેની કાર્યવાહીમાં ઘણા વિદ્યાર્થીઓના વાલીઓએ ડોકયુમેન્ટની ઝેરોક્ષ અપલોડ કરી હોવાથી રીજેકટ થઈ રહી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. નિયમ મુજબ ઓરીજનલ ડોકયુમેન્ટ જ અપલોડ કરવાના છે.

શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ ૧માં પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે. વાલીઓ ૫ જુલાઈ સુધી પોતાના બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ સબમીટ કરી શકશે. ફોર્મ સબમીટ કરવા માટે વાલીઓ દ્વારા વિગતો ભરવા ઉપરાંત ઓનલાઈન ડોકયુમેન્ટ પણ અપલોડ કરવાના રહે છે. જો કે ડોકયુમેન્ટ અપલોડ કરવામાં ઘણા વાલીઓ ભુલ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

આરટીઈના ફોર્મ ભરતી વખતે વાલીઓ દ્વારા ડોકયુમેન્ટ અપલોડ કરતી વખતે ઓરીજનલ ડોકયુમેન્ટના બદલે તેની ઝેરોક્ષ અપલોડ કરવામાં આવી રહી છે. નિયમ મુજબ વાલીએ ઓરીજનલ ડોકયુમેન્ટ જ અપલોડ કરવાના હોય છે, પરંતુ ઘણા વાલીઓને આ અંગે યોગ્ય જાણકારીનો અભાવ હોવાથી તેઓ ઝેરોક્ષ અપલોડ કરી રહ્યા છે. જેથી આ તમામ ફોર્મ રિજેકટ થઈ રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.

(3:25 pm IST)