Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ગુજરાતમાં કોઈપણ તાકિદની પરિસ્થિતિ તુરંત કન્ટ્રોલ થાય તેવું અભૂતપૂર્વ આયોજન આ રીતે ગોઠવાયું છે

અમદાવાદમાં રેપિડ એકશન ફોર્સના ધાડા ઉતર્યા, હેતુ રથયાત્રા સુરક્ષા નહિ, જાણવા જેવી રસપ્રદ કથા : પાણીના ધોધ વહાવી ટોળાને કાબૂમાં કરવા સાથે અદ્યતન સાધનોથી સજજ કેન્દ્રીય રેપિડ એકશન ફોર્સને રાજયના વિવિધ શહેરોના સંવેદનશીલ વિસ્તારોથી પરિચિત કરાવવા ખાસ સ્કીમ તૈયાર કરવામાં આવી છેઃ ડીસીપી ડો.હર્ષદ પટેલ

રાજકોટ તા.૨: અમદાવાદની ઐતિહાસિક રથ યાત્રા આડે હવે ૧૦ દિવસ જ બાકી રહ્યા છે,તેવા સમયે પોલીસ તંત્ર દ્વારા રથયાત્રા નીકળશે કે કેમ તે અંગે ગાંધીનગર દ્વારા કોઈ સૂચના મળી ન હોવાથી સતાવાર રીતે ભલે કોઈ જાહેરાત થતી ન હોય પરંતુ અનુભવી પોલીસ અધિકારીઓ દ્વારા તમામ જાતની તૈયારીઓ રાખવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે કેન્દ્ર દ્વારા રેપિડ એકશન ફોર્ષ કમાન્ડર અને સહ કમાન્ડર સાથે સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પીઆઇના સહયોગથી રોડ પર ઉતરી પેટ્રોલિંગ શરૂ કરતાં અનેક વિધ તર્ક વિતર્કો જાગ્યા છે,ત્યારે આ બાબતે અલગ કારણ બહાર આવ્યું છે.

રથયાત્રા સંદભૅ જેની પાસે ખૂબ મહત્વની જવાબદારી છે તેવા ડીસીપી કન્ટ્રોલ રૂમ ડો.હર્ષદ પટેલનો સંપર્ક કરતા તેવો દ્વારા સ્પષ્ટતા કરતા જણાવેલ કે શહેરના સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રેપિડ એકશન ફોર્સ પેટ્રોલિંગ કરતી નજરે ચડે છે તે હાકિકતમાં અલગ કારણ છે,રથ યાત્રા સાથે તેને કોઈ સંબંધ નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર દ્વારા ખૂબ જાગૃતિના ભાગરૂપે રાજ્યના અલગ અલગ શહેરોમાં સ્થિતિ પ્રવાહી બને અને તેવા સમયે રેપિડ એકશન ફોર્શની મદદ લેવાની જરૂરિયાત જણાય તો ગુજરાતના ચોક્કસ વિસ્તારોની જાણકારી હોય તો તેવા સમયે આવા ફોર્સ તુરત પોતાની કામગીરી શરૂ કરી શકે,અને તોફાની તત્વો ફાવી ન શકે તેવો ખૂબ ઉમદા હેતુ છે, આવી નીતિને ઉચ્ચ લેવેલેથી પણ આવકાર મળ્યો છે ,  બીજી તરફ ફોર્ર્સને પણ રણ નીતિ ગોઠવવામાં સરળતા પડે છે,અન્ય રાજ્યો પણ આવી જાગૃતિથી પ્રભાવિત બન્યા છે.

 હવે આ તરફ રથ યાત્રા આડે હવે દસ દિવસ બાકી છે તેવા સમયે હજુ રાજ્ય સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા છેલ્લા દિવસોની પરિસ્થિતિ જાણ્યા બાદ જ જાહેરાત કરવાની નીતિને કારણે થતી ન હોવાથી પોલીસ કમિશનર સહિતના જવાબદારો પત્રકારો દ્વારા સતત પૂછતા પ્રશ્નો અંગે શું જવાબ આપવો? તેની મુંજવણ અનુંભવી રહ્યા છે, સૂત્રોના મતે પોલીસ દ્વારા તમામ પ્રકારના અલગ અલગ પ્લાનો ઊંઘતા ન ઝડપાઇ જવાય તે માટે તૈયાર રાખવામાં આવ્યા છે,જે બાબત જાણીતી જ છે.

(11:56 am IST)