Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

અચ્છે દિન આવશે તેવી વાતો કરનારની ભાજપ સરકારમાં બેફામ મોંઘવારી વધી રહી છે દેશની જનતા પરેશાન : પૂર્વ કેન્દ્રીય મંત્રી સોલંકી

 (ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨ : દેશ ની જનતા ના અચ્છે દિન આવશે તેવી મોટી મોટી ગુલબગો ફેકનાર ભાજપ વાળાઓની સરકાર માં દિન પ્રતિદિન મોંઘવારી વધવા લાગી છે  બેકાબુ બનેલ મોંઘવારીને કાબુ માં અને અંકુશમાં લેવા ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે જનતા ને આપેલા વાયદાઓ  નિષ્ફળ નીવડશે ભાજપ સરકારે નૈતિક રીતે રાજીનામુ આપી દેવું જોઈએ તેમ કેન્દ્રીય ના પૂર્વ રેલવે અને ઉર્જા મંત્રી ભરત ભાઈ સોલંકી એ જણાવેલ હતું

આ અંગે પૂર્વ કેન્દ્રીય  રેલવે અને ઉર્જા મંત્રી ભરતભાઇ સોલંકી એ જણાવેલ હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ચૂંટણી સમયે દેશ ની જનતા ના મતો લેવા માટે વચન આપેલ કે કેન્દ્ર માં ભાજપ સરકાર આવેતો તો સમજો કે દેશ ની જનતા ના અચ્છે દિન આવશે તેવી મોટી મોટી ગુલબગો ફેકનાર ની સરકાર માં કમરતોડ અને રાક્ષસી બે કાબુ બની છે ૯૦૦ના તેલ ના ડબ્બા ભાવ ૨૭૦૦ .ગેસ સિલિન્ડર ના ભાવ ૩૭૮ હતા  આજે ૮૩૬ સુધી પહોંચાડી દીધા પેટ્રોલભાવ ૫૬ હતા ટેન આજે ૯૬ એ પહોંચીયું છે ડીઝલ પણ ૯૫ આસ પાસે પહોંચીયું તેમજ બીજી અન્ય જીવન જરૂરિયાત વસ્તુ ઓ ના ભાવ પણ જબરો ભાવ વધારો જીકી દીધો છે તેમજ ગુજરાત માં લાખો યુવાનો બે રોજગાર બન્યા  ખોળના ભાવ પહેલા ૮૦૦ હતા તેના ભાવ આજે ૧૮૦૦ એ પહોંચાડી દીધા યુરિયા ખાતર માં ભાવ વધારો એવી કઈ ચીજ બાકી છે કે આ ભાજપ ની સરકારે ભાવ વધારો નો કર્યો હોય ગુજરાત ને વીજળી પણ મોંઘી આપવામાં આવે છે મેં દેશ કઈ નહીં બીકને દુગા તેવી વાતો કરનાર દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ દેશ ની જનતા ને મોંઘવારીનો મારમારી પરેશાન કરી દીધા છે તો શું આ હતા દેશ ની જનતા ના અચ્છેદિન? દેશ ની જનતા ને મોંઘવારી ના ખપ્પર માં હોમાવી દેનાર ભાજપ સરકાર સદંતર અને  હળાહળ નિષ્ફળ ગઇ છે તેમજ કૉંગ્રેસ ની સરકાર માં રાષ્ટ્રીય કરણ  થતું તું આજે ભાજપ ની સરકાર માં ખાનગી કરણ  થઈ રહ્યું છે દેશની જનતાને અચ્છે દિન ન આપનાર ને સરકાર ચલાવવાનો કોય અધિકાર નથી તેવું આક્રોશ સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતભાઇ સોલંકી એ જણાવેલ હતું.

(11:51 am IST)