Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સુરત મહાનગર પાલિકાના ઓડિટ વિભાગના કર્મચારીને કોરોના : વિભાગ ચાર દિવસ બંધ

410 જેટલા કર્મચારીને હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવા માટે આદેશ

સુરત : સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા ઘણા બધા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી ક્યારેય પણ મનપા કમિશ્નર દ્વારા કોઈપણ વિભાગને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે ગુરુવારે ઓડિટ વિભાગમાં એક કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચાર દિવસ માટે ઓડિટ વિભાગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 ગુરુવારથી માંડી આવતા સોમવાર સુધી ઓડિટ વિભાગ સંપૂર્ણ પણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા 410 જેટલા કર્મચારીને હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. પહેલીવાર એક કેસના કારણે આખો વિભાગ બંધ કરવાના નિર્ણયને કારણે મનપાના સ્ટાફમાં કચવાટ જોવા મળ્યો હતો

(11:41 pm IST)