Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજ્યમાં પાન-મસાલાની દુકાનોથઇ શકે છે બંધ : જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશુંઃ જયંતિ રવિ

હિરા ઉદ્યોગમાં બેસવાની વ્યવસ્થા અને રસ્તા પર થૂંકવાની કુટેવના કારણે કોરોનાનું સંક્રમણ વધવાનું એક કારણ હોઇ શકે

સુરત: સુરતમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેવામાં સુરતમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કતારગામ ઝોનની મુલાકાત લીધી હતી. ત્યારે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પાન-મસાલાની દુકાનો બંધ થવાને લઇને કેટલાક સંકેતો આપ્યા હતા. આજે પાન-મસાલાના બંધાણી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પાન મસાલાની દુકાનો ફરી બંધ થાય તેવી શક્યતા છે. સુરતમાં આરોગ્ય અગ્ર સચિવે સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશું. જેને લઇને પાન-મસાલાના બંધાણીઓએ સ્ટોક કરવાનું શરૂ કર્યું છે.
અગાઉ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હિરા ઉદ્યોગમાં બેસવાની વ્યવસ્થા અને રસ્તા પર થૂંકવાની કુટેવના કારણે કોરોનાનું સંક્રમણ વધવાનું એક કારણ હોઇ શકે છે.

 

(9:23 pm IST)