Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

વાહન ડિટેઇન થતું બચાવવા ચાલકે પોલીસ જવાનને પટકાવીને હવામાં ફંગોળ્યો : પોલીસ જવાનનું કરૂણમોત

વાહનચાલકે સ્પીડબ્રેકર ઉપર ઓવરસ્પિડ હંકારતા પાછળ બેસેલો પોલીસકર્મી નીચે પટકાયો : ઘટના સીસીટીવમાં કેદ ; આરોપીની ધરપકડ

વડોદરા :શહેરના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા LRD જવાન પ્રતિક સોલંકી રાત્રી દરમ્યાન કર્ફ્યુનું પાલન કરાવી વાહન ડિટેઇનની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે એક વાહનચાલકને રોકાવી તેમનો વાહન પોલીસ સ્ટેશન લઇ જવાતો હતો ત્યારે વાહનચાલકે ગેલાણી પેટ્રોલપંપ પાસેના સ્પીડબ્રેકર ઉપર ઓવરસ્પિડ મોપેડ હંકારતા પાછળ બેસેલો પોલીસકર્મી નીચે પટકાયો હતો.

   જયારે વાહનચાલક કુશવંતસિંગ ધોત્રા નીચે પટકાયેલા પોલીસકર્મીને સ્થળ પર જ છોડી નાસી છૂટ્યો હતો, અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોલીસકર્મી પ્રતિક સોલંકી ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ટૂંકી સારવાર બાદ અંતે LRD જવાન પ્રતિક સોલંકી નું દુઃખદ મોત નીપજ્યું હતું, પોલીસકર્મી નું મોત નિપજતા પોલીસ બેડામાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટના માં વડોદરા પોલીસ ને સીસીટીવી ફૂટેજ મળતા આરોપીને ઓળખી કાઢીને તેની ધરપકડ કરી છે

(8:16 pm IST)