Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજ્યમાં કોરોનાનો ફૂફાડો : રેકોર્ડ બ્રેક નવા 681 કેસ : કુલ કેસનો આંક 33,999 થયો : વધુ 19 લોકોના મોત : મૃત્યુઆંક 1888 થયો

અમદાવાદમાં સૌથી વધુ 202 કેસ, સુરતમાં 191 કેસ, વડોદરામાં 46 કેસ નોંધાયા : વધુ 563 દર્દીઓ સાજા થતા કુલ 24,601 દર્દીઓને રજા અપાઈ

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના સંક્રમણનો વિસ્ફોટ થઈ રહ્યો છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે છેલ્લા 24 કલાક દરમિયાન  681 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન કુલ 19 દર્દીઓના મૃત્યુ થયા છે. તો 563 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 33,999 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 1888 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં સારવાર બાદ અત્યાર સુધી 24 હજાર 601 દર્દીઓ સાજા થયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 7 દર્દીઓના મૃત્યુ થયા છે. ત્યારબાદ સુરત જિલ્લામાં 4, વડોદરામાં 1, જુનાગઢ, મહેસાણા, પાટણ, ખેડા વલસાડ અને સુરેન્દ્રનગરમાં એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. 

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 202 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં 191 અને વડોદરા શહેરમાં 46 કેસ સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાં પણ 26 કેસ સામે આવ્યા છે. 

ગુજરાતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 7510 છે. જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અત્યાર સુધી 24601 લોકો સાજા થયા છે. મૃત્યુઆંક 1888 છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 3 લાખ 88 હજાર 65 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજની તારીખે રાજ્યમાં 2 લાખ 51 હજાર 122 લોકો ક્વોરેન્ટીન છે. 

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૬૮૧ કેસ સપાટી પર આવ્યા હતારાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

અમદાવાદ કોર્પોરેશન

૨૦૨

સુરત કોર્પોરેશન

૧૯૧

વડોદરા કોર્પોરેશન

૪૬

સુરત

૩૬

રાજકોટ

૨૨

બનાસકાંઠા

૧૨

સુરેન્દ્રનગર

૧૨

ભાવનગર કોર્પોરેશન

૧૧

વડોદરા

૧૧

જામનગર કોર્પોરેશન

૧૦

ભરૂચ

૧૦

પાટણ

૧૦

જુનાગઢ કોર્પોરેશન

અમદાવાદ

મહેસાણા

વલસાડ

અમરેલી

ગાંધીનગર

કચ્છ

ખેડા

રાજકોટ કોર્પોરેશન

અરવલ્લી

પંચમહાલ

નવસારી

જુનાગઢ

આણંદ

સાબરકાંઠા

ભાવનગર

બોટાદ

ગીર-સોમનાથ

દાહોદ

છોટાઉદેપુર

મોરબી

ગાંધીનગર કોર્પોરેશન

મહીસાગર

જામનગર

દેવભૂમિ દ્વારકા

પોરબંદર

તાપી

કુલ

૬૮૧

 

 

(9:21 pm IST)