Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સીએએ ઘરમાં કેમેરા લગાવ્યાને નોકરાણી ચોરી કરતાં પકડાઈ

નોકરોના વિશ્વાસે રહેતા માલિકો માટે ચેતવણીરૂપ બનાવ : ચોરીની ઘટના બાદ આસપાસના લોકો પણ તેમના ત્યાંથી ચોરી થયાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા

અમદાવાદ, તા. : અમદાવાદમાં આવેલ  આનંદનગરના રત્નાકર એલિટીયરમાં રહેતાં ચાર્ટડ એકાઉન્ટન્ટના ઘરે છાશવારે ચોરીની ઘટના બનતી પણ ચોર પકડાતો નહોતો. ચોરને પકડવા ચાર્ટડ એકાઉન્ટન્ટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યાને નોકરાણી ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ હતી.

           આનંદનગર પોલીસે આરોપી નોકરાણી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ચોરીની ઘટના બાદ આસપાસના લોકો પણ તેમના ત્યાંથી ચોરી થયાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આનંદનગરના હિન્દ સુપર માર્કેટ ઉપર આવેલ રત્નાકર એલિટીયરમાં રહેતાં જીગરભાઈ ગોપાલભાઈ શાહ (.૩૪) ટાઈટેનિયમ સિટી સેન્ટરમાં ગોપાલ શાહ એન્ડ કંપનીના નામે ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે વ્યવસાય કરે છે. જીગરભાઈ તેમના પત્ની, બાળકો, માતા-પિતા, ફોઈ, ભાઈ અને ભાભી સાથે જોઈન્ટ ફેમિલીમાં રહે છે. જીગરભાઈના ત્યાં વેજલપુર શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા આશાબહેન નટવરભાઈ ચૌહાણ છેલ્લા માસથી ઘરકામ કરતા હતા. લોકડાઉન બાદ આશાબેન ઘરકામ કરવા આવતા નહોતા.

            ગત ૧૬મી જૂનથી આશાબહેને ઘરકામ શરૂ કર્યું હતું. શાહ પરિવારના ઘરમાંથી નાની મોટી ચોરી થતી રહેતી પણ ચોર અંગે કાંઈ ખબર પડતી નહોતી. જીગરભાઈએ ઘરમાં ચોરને પકડવા સીસીટીવી લગાવ્યા હતા. ગત ૧લી જુલાઈએ જીગરભાઈના પેન્ટ હાઉસમાં આશાબહેન કામ કરવા માટે ઉપરના માળે ગયા હતાં. તે સમયે તેઓએ ફૂટેજ જોવાનું શરૂ કર્યું હતું. આશાબહેને જીગરભાઈના ભાઈ પાર્થના રૂમમાં જઈ તિજોરીનું ડ્રોઅર ખોલી પૈસા કાઢી ચોરી કરતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. ગોપાલભાઈએ તરત પોલીસ કન્ટ્રોલમાં કોલ કરી પોલીસ બોલાવી હતી. આનંદનગર પોલીસે અંગે ૬૫ હજાર રૂપિયાની રોકડ અને ૩૦ હજાર રૂપિયાની ડાયમંડની સોનાની બુટ્ટી એમ કુલ ૯૫ હજાર રૂપિયાની ચોરી અંગે ગુનો નોંધી આશા ચૌહાણની ધરપકડ કરી હતી.

(7:48 pm IST)