Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

બાયડની શાળાએ ધોરણ ૯ થી ૧૧ના છાત્રોની વર્ષની ફી માફ કરી દીધી

દ્રષ્ટાંત બેસાડતો કિસ્સો

અરવલ્લી, તા. : કોરોનાને કારણે ગુજરાતમાં ક્યાંક સ્કૂલો ખૂલી નથી. પરંતુ તેમ છતા સ્કૂલ સંચાલકો મસમોટી ફી વસૂલી રહ્યાં છે. આવામાં ગુજરાતભરના વાલીઓ ફી માફી માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. તેમ છતાં સ્કૂલ સંચાલકો ટસના મસ થતા નથી. આવામાં અરવલ્લીના બાયડની લઘુમતી શાળાએ મોટો નિર્ણય લીધો છે. ધોરણ થી ૧૧ના વિદ્યાર્થીઓની ફી માફ કરાઈ છે. સમીર એજ્યુકેશન ટ્રસ્ટની સારસ્વત હાઈસ્કૂલ દ્વારા નિર્ણય કરાયો છે. કોરોનાને લઇને ટ્રસ્ટ દ્વારા ઉમદા નિર્ણંય લેવાયો છે. જે મુજબ, વર્ષ ૨૦૨૦-૨૧ની આખા વર્ષની ફી નહિ લેવામાં આવે. અરવલ્લીની જનતાએ પણ હાઈસ્કૂલના નિર્ણયને વધાવ્યોછે.

      તો બીજી તરફ, રાજ્યભરમાં વાલીઓનો વિરોધ યથાવત છે. સુરતમાં અડાજણ વિસ્તારની શિશુવિહાર સ્કૂલમાં ફી બાબતે વાલીઓનો હોબાળો થયો હતો. શાળા દ્વારા ફી વસુલવાની નોટિસ આપવામાં આવતા વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો. શાળા બંધ હોવા છતાં એક્ટિવિટી ફીના નામે હજાર કરતા વધુ ફી શાળા સંચાલકો દ્વારા માંગવામાં આવી. ફી નહિ ભરે તો એડમિશન કેન્સલ કરવાની ધમકી વાલીઓને આપવામાં આવી છે. તેમ છતાં વાલીઓના આક્રોશની સામે શાળા સંચાલકોનું મૌન જોવા મળ્યું છે.

(7:47 pm IST)