Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પાટણ જિલ્લાના સાંતલપુર મથકમાં રહેણાંક મકાનમાં લોકોને એકઠા કરી ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 18 જુગારીઓની ધરપકડ કરી

પાટણ: જિલ્લાના સાંતલપુર તાલુકા મથક વારાહીમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામની બાતમી સ્થાનિક પોલીસને મળતા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં પાટણ અને બનાસકાંઠાના ૧૮ જુગારીઓ રૃપિયા એકલાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. 

વારાહી ખાતે આવેલ ભોજાણીવાસમાં રહેતા કરીમખાન હુસેનખાન મલેક દ્વારા પોતાના ઘરની સામે આવેલ ઇકબાલ મન્સુરી જે હાલે મહેસાણા ખાતે રહે છે. તેનું મકાન ભાડે રાખી પોતાના અંગત ફાયદા સારૃ બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી વારાહી પોલીસને મળી પોલીસને મળેલ બાતમી આધારીત જગ્યા રહેંણાક વિસ્તારમાં આવેલ હોઇ વારાહી પોલીસે વધુ પોલીસ સ્ટાફ માટે મદદ માંગતા હારિજ પોલીસ મદદે આવી હતી. તા.૩૦ મી જુનની રાત્રે બાતમી આધારીત મકાનમાં પોલીસ પહોંચી હતી. ત્યારે કેટલાક લોકો ગોળ કુંડાળુ કરીને તીનપત્તીનો જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે તમામ ઇસમોને કોર્ડન કરી જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસ રેડ દરમ્યાન મકાનમાંથી પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી જુગાર રમવા આવેલ ૧૮ ઇસમોને રોકડ રૃપિયા ૬૩૩૪૦ તેમજ મોબાઇલ સહિત રૃપિયા ૧,૦૦,૯૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી તમામ સામે કાયદેસર કાર્યવાહી હાથધરવામાં આવી હતી. જ્યારે રહેણાંક મકાનમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો મુખ્ય સુત્રધાર પોલીસ રેડ દરમ્યાન જુગારધામ પર હાજર ના મળતા પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રોગતીમાન કર્યા હતા. 

(5:45 pm IST)