Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મોડાસાના બે યુવકોએ લોકોને નોકરી અપાવવાના બહાને 17 લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ દાખલ

 મોડાસા:શહેરમાં રામપાર્ક સોસાયટીમાં રહેતા પાર્થ નારાયણભાઈ ચૌહાણ અને હર્ષીલ મુકેશભાઈ પ્રજાપતિએ જાન્યુઆરી ૨૦૧૯માં બાયડ તાલુકાના બળીયાદેવ ગામનો રાજુભાઈ ડાહ્યાભાઈ પટેલ અને પ્રશાંતભાઈ નામના વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.આ બંને શખ્શોએ મોડાસાના પાર્થ અને હર્ષીલ ને કહયું હતું કે ઓ.એન.જી.સી. માં આસીસ્ટન્ટ સુપર વાઈઝર ની નોકરી છે. જો તમારે નોકરી લેવી હોય તો મારે ઓળખાણ છે.જેથી મોડાસાના બંને યુવકો ભેગા મળી ૧૭ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ છેલ્લા બે વર્ષ થી નોકરીનું કોઈ ઠેકાણુ ન પડતાં તેઓ છેતરાયા હોવાનું માલુમ પડયું હતું. બાયડ તાલુકાનો અને અમદાવાદનો શખ્શ લાખ્ખો રૃપિયાનો ચુનો લગાવી ફરાર થઈ ગયા હતા.જેથી આ અંગે ફરીયાદી નારાયણભાઈ શીવાભાઈ ચૌહાણ (રહે.રામપાર્ક સોસા.મોડાસા)મૂળ રહે.લીંભોઈતા.મોડાસાનાઓ એ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી રાજુભાઈ ડાહ્યાભાઈ પારેખ (મૂળ રહે. બળીયાદેવતા.બાયડજી.અરવલ્લીહાલ રહે. ડાહ્યાભાઈ પાર્કવ્યાસવાડી ની સામેનરોડાઅમદાવાદ) અને પ્રશાંતભાઈ નામનો માણસ જેનું પુરૂ નામ,સરનામું મળેલ નથી.તેઓની વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. 

(5:44 pm IST)