Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ડીસાથી સુરત બટાકા વેચવા આવવું શખ્સને ભારે પડ્યું:રિક્ષામાં બેઠેલ સહપ્રવાસીએ નજર ચૂકવી ખિસ્સામાંથી 93 હજાર સેરવી લીધા

બનાસકાંઠા: શહેરના ડીસાથી સુરતના સરદાર માર્કેટમાં બટાકા વેચવા આવેલો યુવાન વેપારી ગત બપોરે બટાકા વેચાયા બાદ પેમેન્ટના રૂ.1 લાખ લઇ ન્યુ બોમ્બે માર્કેટથી રીક્ષામાં પુણા પાટીયા જતો હતો ત્યારે સહપ્રવાસીઓએ બેસતા ફાવતું નથી કહી આગળ પાછળ કરી તેની નજર ચૂકવી પેન્ટના જમણા ખિસ્સામાં મુકેલા રૂ.93,500 સેરવી લીધા હતા અને તેને રસ્તામાં ઉતારી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ બનાસકાંઠાના ડીસાના ભડથ ગામનો ખેડૂત કનુસિંહ દિવાનસિંહ વાઘેલા ( ઉ.વ.32 ) બે દિવસ અગાઉ વતનથી બટાકા વેચવા સુરત સરદાર માર્કેટમાં પરિચિત વેપારી કમલેશભાઈ મનછાજી પ્રજાપતિ પાસે આવ્યો હતો.

ગતરોજ તમામ બટાકા વેચાઈ જતા વેપારી કમલેશભાઈએ તેને બોલાવી બાકી પેમેન્ટ રૂ.1 લાખ આપ્યું હતું. બપોરે 1 વાગ્યે પેમેન્ટ લઇ કનુસિંહ કપડાં લેવા માટે ન્યુ બોમ્બે માર્કેટ રોડ ખાતે ગયો હતો અને ત્યાં તેણે પેમેન્ટમાંથી રૂ.6500 વપરાશ માટે પેન્ટના ડાબા ખિસ્સામાં મૂક્યા હતા. જયારે બાકીના રૂ.93,500 જમણા ખિસ્સામાં મૂક્યા હતા. 

(5:42 pm IST)