Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

માંડવી તાલુકાના વરેલી ગામે અગાઉ 13 વર્ષીય તરુણીને બાઈક પર બેસાડી ખેતરમાં લઇ જઈ શારીરિક છેડછાડ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

માંડવી: તાલુકાના વરેલી ગામમાં રહેતા આરોપી અનિલ જીતુ કોળી પટેલ વિરૂદ્ધ આજથી પાંચેક વર્ષ પહેલા 13 વર્ષીય તરૂણીને મોટરસાયકલ પર બેસાડી ખેતરમાં લઈ જઈ શારીરિક છેડછાડ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવા બદલ માંડવી પોલીસમાં પોસ્કો એક્ટના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જે મુજબ ભોગ બનનાર કિશોરી તારીખ 28 10 15 ના રોજ પોતાની બહેનપણી સાથે સ્કૂલેથી પરત ફરીને બસની રાહ જોતી હતી. જે દરમિયાન આરોપી અનિલ પટેલ મોટરસાયકલ લઈને તરૂણી પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે પોતે ગામ તરફ જાય છે. ચાલો મોટરસાયકલ પર લઈ જાવુ. જેથી બંને કિશોરીઓ મોટરસાયકલ પર બેસી જતા રસ્તામાં એક ખેતર પાસે ભોગ બનનાર તરૂણીને ખેતરમાં ખેંચી જઈ આરોપી અનિલે તેના પર જાતીય હુમલો કરવાની કોશિશ કરી હતી પરંતુ ભોગ બનનાર તરૂણી ભાગીને પોતાની બહેનપણી પાસે બહાર આવી ગઈ હતી. જેથી આરોપી અનિલે ફરીથી આવું નહિ કરૂ તેઓ જણાવીને કોઈને નહીં કહેવાની ધમકી આપી મોટરસાયકલ પર બંનેને બેસાડી ગામ લઈ આવ્યો હતો.

(5:41 pm IST)