Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમદાવાદ:સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામ્યો

અમદાવાદ:સરદાનગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીનું અવસાન થયું હતું જેથી યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવીને તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે  લગ્ની જીદ કરતા યુવતીને ધમકી આપીને કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

આ કેસની વિગત એવી છે કે  સરદાનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીએ મૂળ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અમલાની મોવારી ગામના અને સરદાનગર પોલીસ સ્ટેશનમાં નોકરી  કરતા પોલીસ કોન્સ્ટેબલ મ હેશ ગાભાભાઇ વાઘેલા સામે ફરિયાદ નોધાવી છે, યુવતી અગાઉ  માધુપુરા વિસ્તારમાં રહેતી હતી ત્યારે માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પંકજ નામના કોેન્સ્ટેબલ દ્વારા  આ  પોલીસ કોન્સ્ટેબલ મહેશનો પરિચય થયો હતો.

(5:32 pm IST)