Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમદાવાદના બાપુનગરમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડી દારૂની મહેફિલ માણતા શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ:બાપુનગર પોલીસને માહિતી મળી હતી કે બાપુનગરમાં કહાન પાર્ક સોસાયટીની આગળ આવેલી દુકાનમાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેને આધારે પોલીસે દરોડો પાડતા ત્રણ શખ્સો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં અલ્પેશ એ ટાંક, સંદીપ સિંહ એ ચૌહાણ અને દેવાંગ મિસ્ત્રીનો સમાવેશ થાય છે.

બાપુનગરમાં રહેતા ત્રણેય શખ્સો પાસેથી પોલીસે દારૂની 200 એમએલ ભરેલી બોટલ, 5 મોબાઇલ અને ત્રણ વાહન મળીને 3,79,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાપુનગર પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:31 pm IST)