Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમદાવાદમાં સોલા વિસ્તારમાં યુવતિ ગાયને રોટલી ખવડાવવા ગઇ ને લૂંટારૂઓ પોણા લાખનો ચેઇન લઇને નાસી છૂટ્યા

અમદાવાદઃ લોકાડાઉન બાદ શહેરમાં ગુનાઓના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી એક યુવતી ગાયને રોટલી ખવડાવવા માટે ગઈ હતી. ત્યારે બાઈક પર આવેલા ચેઈન સ્નેચરોએ યુવતિના ગળામાંથી સોનાની ચેઈન લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવને લઈ મળતી માહિતી અનુસાર, અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં રહેતી યુવતિ બપોરના સમયે પોતાનું કામ પતાવીને તેણીના ઘર પાસે આવ્યા હતા. ત્યાં ગાયને રોટલી ખવડાવીને તેઓ ઘરે જઈ રહ્યા હતા. ત્યારે બે બાઈક ચાલકો અચાનક જ તેમની પાસે આવી પહોંચ્યા હતા.

મહિલાને તેઓ સરનામું પુછવાનું કહી તેમના ગળામાંથી સોનાની ચેઈનની તફડંચી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવને લઈ મહિલાએ બુમાબુમ પણ કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ફરાર આરોપીઓ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(5:20 pm IST)