Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

૩૦ જુલાઇને ગુજકેટની પરીક્ષા યોજાશે કે નહીં ?

GTU સહિત અનેક યુનિવર્સિટીની પરીક્ષા રદ થઇ છે ત્યારે હવે : રાજકોટના ૧૦ હજારથી વધુ છાત્રો સહિત તમામ રાજ્યમાં સવા લાખ પરીક્ષાર્થીનો કસોટી આપનાર છે

અમદાવાદ,તા.૨: સરકાર દ્વારા કોલેજોની પરીક્ષા રદ કરી દેવાયા બાદ હવે ગુજકેટ (ઞ્શ્થ્ઘ્ચ્વ્)ની પરીક્ષા પર પણ સવાલો ઉઠ્યા છે. બોર્ડે આ પરીક્ષા ૩૦ જુલાઈએ લેવાની જાહેરાત કરી છે, જેમાં સવા લાખ સ્ટૂડન્ટ્સ બેસવાના છે. જોકે, કોરોના દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે આ પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે અનિશ્ચિતા સર્જાઇ છે.

GUJCETના પરીક્ષા અગાઉ ૩૧ માર્ચે લેવાવાની હતી. જોકે, તે વખતે તેને કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા રદ કરાઈ હતી. ત્યારબાદ તેને ૩૦ જુલાઈએ લેવાનું નક્કી કરાયું હતું. આ પરીક્ષામાં સવા લાખ વિદ્યાર્થીને બેસવાના છે. ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થઈ રહેલી જીટીયુની પરીક્ષા સરકારે રદ કરી દીધી છે. એટલું જ નહીં આ મહિને કોલેજો અને યુનિવર્સિટીઓની કોઈ પરીક્ષા નહીં થાય તેવી પણ જાહેરાત કરી દેવાઈ છે.

સીબીએસઈએ પણ પોતાની જે પરીક્ષાઓ બાકી હતી તેને રદ કરી દીધી છે. તેવામાં હવે ગુજકેટનું શું થશે તેનો સવાલ વાલીઓ અને વિદ્યાર્થીને સતાવી રહ્યો છે. હજુ આ પરીક્ષાને એકાદ મહિના જેટલી વાર છે, પરંતુ તે લેવાશે કે કેમ તેનો ચોક્કસ જવાબ કોઈની પાસે નથી. બીજી તરફ, એવું પણ જાણવા મળી રહ્યું છે કે જો પરીક્ષા યોજવાની સરકાર મંજૂરી આપે તો બોર્ડે તેના માટે તૈયારી કરી લીધી છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ પરીક્ષા લેવાય તેના માટે પણ વિચારણા કરાઈ રહી છે. જે અનુસાર, એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડાય અને એકઝામ હોલમાં પણ સ્ટૂડન્ટ્સની સંખ્યા ખૂબ જ મર્યાદિત રખાઈ શકે છે. જોકે, પરીક્ષા અંગેનો આખરી નિર્ણય તો સરકાર જ લેશે. હાલ તો તેમાં ફેરફારની કોઈ સત્ત્।ાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કોલેજોની પરીક્ષાઓ રદ થતાં ગુજકેટ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

કોરોનાને કારણે આ વખતે ધોરણ એકથી નવ અને અગિયારમાં પરીક્ષા લેવાઈ જ નથી. કેટલાક બોર્ડની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. કોલેજોની પરીક્ષા પણ કયારે શરુ થશે તે કંઈ નક્કી નથી. બીજી તરફ, ડિગ્રી એન્જિનિયરિંગમાં ઓનલાઈન પ્રવેશની તારીખ જાહેર કરી દેવાઈ છે.

(4:05 pm IST)