Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કચ્છના કાથડ મોરબીમાં : જામનગરના સોલંકી લીંબડીમાં

૮ ડે. કલેકટરોની બદલી, પેટાચૂંટણી સંદર્ભે ફેરફારો

મેઘના પરીખની રાજય ચૂંટણી પંચમાં નિમણૂક

ગાંધીનગર, તા. ર :  રાજય સરકારે ડે. કલેકટર કક્ષાના ૮ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. વિધાનસભાની આવી રહેલી પેટાચૂંટણી સંદર્ભે ફેરફાર કર્યા હોય તેમ જણાય છે.

કચ્છના સ્ટેમ્પ ડયુટીના એસ.એમ. કાથરને મોરબી નાયબ ચૂંટણી અધિકારી તરીકે, રાજુલાના પ્રાંત અધિકારી કે. એસ. ડાભીને દ્વારકામાં નાયબ ચૂંટણી અધિકારી, જીઆઇડીસીના સી.વી. પટેલને ડાંગમાં નાયબ ચૂંટણી અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. વડસાડના પુરવઠા અધિકારી ડી.વાય. પટેલ તે જ જિલ્લામાં નાયબ ચૂંટણી અધિકારી તરીકે, જામનગર શહેરના પ્રાંત અધિકારી એચ. એમ. સોલંકી લીંબડીમાં પ્રાંત અધિકારી તરીકે, અમદાવાદના આયોજન અધિૅકારી આર.આર. ગામી અને મદદનીશ ગ્રામ વિકાસ કમીશનર મેઘના પરીખ રાજય ચૂંટણી પંચમાં મુકાયા છે. સાબરકાંઠાના ખેડબહ્માના કે.એસ. મોદી નર્મદા નિગમ મહેસાણામાં બદલી પામ્યા છે.

(11:48 am IST)