Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સૌરાષ્ટ્ર-ગુજરાત અને પશ્ચિમ ભારતમાં બે-ત્રણ દિવસમાં ચોમાસુ ફરી સક્રિય થવાના સાનુકુળ સંજોગોઃ હાલમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે

રાજકોટઃ હવામાન ખાતાએ જણાવ્યુ છે કે દક્ષિણ ગુજરાત ઉપર એક સાયકલોનીક સરકયુલેશન છવાયું છે. ટ્રફનો એક છેડો નોર્મલ પોઝીશનમાં છે. અરબી સમુદ્રમાં વાદળોનો કરંટ પણ જોવા મળે છે. જેની અસરથી આગામી બે થી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર-ગુજરાત અને પશ્ચિમ ભારતમાં નેઋત્યનું ચોમાસુ ફરી સક્રિય બનવાના સાનુકુળ સંજોગો ઉભા થયા છે. ક્રમશઃ સાર્વત્રીક વરસાદની શકયતા છે. હાલમાં લોકલ ફોર્મેશનની અસરથી છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે.

(11:24 am IST)