Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કોરોનાનું હોટ સ્પોટ બનતી ડાયમંડ નગરી :સતત બીજા દિવસે સુરતમાં 200 થી વધુ કેસ નોંધાયા

માત્ર 19 જ દિવસમાં મૃતકોની સંખ્યા બમણી

સુરત હવે કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર ઓસર્યા પછી હવે કોરોનાએ સુરતને ભરડામાં લીધું છે. સુરતમાં મૃચ્યુઆંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે સુરતમાં સતત બીજા દિવસે 200થી વધુ એક નોંધાયા છે

શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં પ્રથમ મોત 22 માર્ચના રોજ નોંધાયું હતું. ત્યારથી 83 દિવસ બાદ 12 જુને મૃતાંક 99 પર પહોંચી ગયો હતો. હવે માત્ર 19 જ દિવસમાં મૃતકોની સંખ્યા બમણી થઈ છે અને મૃતાંક બસોના આંકડાને પાર કરી 201 થયો છે. મૃતકોમાં મોટા ભાગના દર્દીઓ કોમોર્બીડ કન્ડીંશન ધરાવતા તેમજ વયસ્ક દર્દીઓ હતા. જેથી ડાયાબિટીસ, બ્લડ પ્રેસર જેવી ગંભીર બીમારીઓ ધરાવતા વ્યક્તિઓ તેમજ વયસ્ક વ્યક્તિઓ કોરોનાથી બચવા માટે ખાસ કાળજી રાખે તેવી તબીબો પણ અપીલ કરી રહ્યા છે.

(10:54 am IST)