Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

અલ્પેશ ઠાકોરને હાઇકોર્ટનું મોટી રાહત, રાજ્યસાભની ચૂંટણીમાં કરશે મતદાન

અમદાવાદ : અલ્પેશ ઠાકોર ધારાસભ્ય રદ કરવાનો મામલે હાઇકોર્ટ દ્વારા અલ્પેશની ધારાસભ્ય પદ રદ્દ કરવાની અરજી ફગાવી દેવામાં આવી છે. જેથી અલ્પેશ ઠાકોર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે. હાઇકોર્ટમાં આ મુદ્દે ત્રણેય પક્ષ વતી રજુઆત થઈ પૂર્ણ હતી

 

  આગામી 5 જુલાઇના રોજ યોજાનાર બે સભ્યો માટેની રાજ્યસભાની ચૂંટણીમાં પહેલા પણ કોર્ટ તરફથી એક સાથે ચૂંટણી યોજવા મામલે પણ કોંગ્રેસને ઝટકો મળ્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કરી શકે અને ચોમાસા સત્રમાં ભાગ ન લઈ શકે માટે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને વચગાળાના ધોરણે સસ્પેન્ડ કરવાની હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. તે અંગે હાઇકોર્ટે ખુલાસો કરતા કહ્યું કે,  વિધાનસભાના સ્પીકરના આદેશ પહેલા નિર્દેશ આપવાની સતા હાઇકોર્ટ પાસે નથી.

(11:18 pm IST)