Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

વડોદરા મનપામાં નોકરી અપાવવાનું કહી 1.60 લાખ પડાવી લેતા ચકચાર

વડોદરા:મ્યુનિ.કોર્પોરેશનના ફાયરબ્રિગેડમાં નોકરી અપાવવાનું જણાવી યુવક પાસેથી ૧.૬૦ લાખ રૃપિયા પડાવી લેનાર બે ઠગ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. 

આ અંગેની વિગત એવી છે કે, મૂળ મહિસાગર જિલ્લાના અને હાલમાં ખોડિયારનગર ક્રિષ્ણાવાટિકામાં રહેતા કીરિટસિંહ સોલંકી શહેરા તાલુકાના બીલીયા ગામે પ્રાથમિક શાળામાં  શિક્ષક તરીકે છેલ્લા ૧૯ વર્ષથી ફરજ બજાવે છે. તેમના પુત્ર વિરેન્દ્રસિંહે અમદાવાદના સાણંદ ખાતે બી.એસ.સી. ફાયર તરીકેનો અભ્યાસ કર્યો છે. વર્ષ ૨૦૧૮માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબફાયર ઓફિસર અને ફાયરમેનનું ભરતી ફોર્મ વર્ષ ૨૦૧૮માં વિરેન્દ્રએ ભર્યુ હતું. જેની પરીક્ષા તા.૫-૯-૨૦૧૮ના રોજ હતી. શિક્ષકને તેમના મિત્ર જશુ બારોટે (રહે. કોટંબા ગામ તા. લુણાવાડા જિ. મહીસાગર) તેમના પુત્ર વિરેન્દ્રની નોકરી માટે વાત કરી કહ્યુ હતું કે મારા મિત્ર સંજય અમૃતલાલ પટેલ (રહે. શ્યામલ રેસીડેન્સી સોમાતળાવ ડભોઇરોડ)ની કોર્પોરેશનમાં ઘણી ઓળખાણો છે. અને તે  ચોક્કસપણે તમારા પુત્રને નોકરી અપાવી દેશે. જેનો ખર્ચ ચાર લાખ રૃપિયા થશે.

(5:32 pm IST)