Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

બાવળા-ચાંગોદર હાઈવે ઉપર ડમ્પરની અડફેટે મહિલાનું મોત :ચાલક ફરાર

રજોડા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરવા જતા ડમ્પરની અડફેટે ચંપાબહેન ગણપતભાઈ રપુસાનું ઘટના સ્થળે જ કરુણ મોત

બાવળા-ચાંગોદર હાઈવે પર રજોડા પાટિયા નજીક ડમ્પરની અડફેટે મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ બાવળા પોલીસ મથકે કરતા પોલીસે મહિલાની લાશને પી.એમ. અર્થે બાવળાના સરકારી દવાખાને મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

  આ અંગેની વિગત મુજબ બાવળા-ચાંગોદર હાઈવે ઉપર આવેલા બાવળા તાલુકાના રજોડા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરવા જતા ડમ્પરની અડફેટે ચંપાબહેન ગણપતભાઈ રપુસાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું

  ઘટના સ્થળે હાઈવે પર લોકોના ટોળા ઊમટયા હતાં.બનાવની જાણ બાવળા પોલીસ મથકે કરતા પોલીસે મૃતકની લાશને બાવળાના સરકારી દવાખાને મોકલી આપી હતી જ્યારે આ ગંભીર અકસ્માત સર્જી ડમ્પરચાલક થોડે દૂર ડમ્પર મૂકી નાસી છૂટયો હતો જ્યારે જીઆરડીના વિજયસિંહ સોલંકીએ ડમ્પર પોલીસ મથકે પહોંચાડયું હતું. પોલીસે નાસી છુટેલા ડમ્પરચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

(8:31 pm IST)