Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ધરમપુરના મોટી ઢોલડુંગરી ગામે મોડી રાતે એક મકાનમાં આગ ભભૂકી :સુતેલા ત્રણેયનો આબાદ બચાવ

મકાનની ઘર વખરી બળીને ખાખ : શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

વલસાડના ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે ગત મોડી રાતે એક મકાનમાં ભેદી સંજોગોમાં આગ લાગી હતી.મોડી રાત્રે લાગેલી આગે આખા મકાનને ઝપટમાં લીધુ હતુ. આગ લાગી ત્યારે ઘરમાં ત્રણ જણા સૂતા હતા. જો કે સમયસર આગની જાણ થતા ત્રણેય જણાનો આબાદ બચાવ થયો હતો. આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યુ છે.

(1:59 pm IST)