Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

સુરતના કાપોદ્રામાં પાટીદા શહીદ યાત્રામાં છમકલું : બે યુવાનની અટકાયત : કારના કાચ તોડતા યાત્રા 20 મિનિટ થંભાવી દેવાઈ

જૂની અદાવતને કારણે બન્ને છમકલું કરવા આવ્યાની શંકાએ મારામારી : બ્લેક ગોલ્ડન અને હર્શિલની અટકાયત

સુરતના કાપોદ્રા ખાતે પહોંચેલ પાટિદાર સમાજના શહિદોની શહિદ યાત્રામાં જોડાયેલ બે યુવાનને પાટીદાર સમાજના કાર્યકરો દ્વારા ચાલુ યાત્રામાં છમકલું કરશેની આશંકાએ મારમારતા થયેલ બબાલમાં ઉશ્કેરાયેલ લોકોએ એક કારના કાચ તોડતા યાત્રા ૨૦ મીનીટ સુધી થંભાવી દેવાની ફરજ પડી હતી.
   પ્રાપ્ત વિગત અનુસાર પાટિદાર સમાજ દ્વારા શિહિદોની યાત્રા કાઢવામાં આવી હતી.જે યાત્રા સુરતના કાપોદ્રા રચના પાસે પહોંચતા યાત્રામાં જોડાવા ગયેલ બ્લેક ગોલ્ડન અને હર્ષીલ નામના યુવાનોને પાસના કાર્યકર અલ્પેશ કટારિયા સાથે જૂની અદાવત હોઇ પાટિદાર સમાજના લોકોને આ બંન્નેવ યુવકો યાત્રામાં છમકલું કરવા આવ્યાનું સમજી તેમની વચ્ચે બોલાચાલી બબાલ થઈ હતી જેમાં બ્લેક ગોલ્ડન અને હર્ષીલને પાટિદાર સમાજના છોકરાઓએ મારમાર્યો હતો. બનાવમાં લોકોએ કારના કાચ પણ તોડયા હતા.જેના પગલે પોલીસ આવતા પોલીસે બ્લેક ગોલ્ડન અને હર્ષીલની વાતાવરણ ના ડહોળાય તે હેતુસર અટકાયત કરતા યાત્રાએ આગળ પ્રસ્થાન કર્યું હતું.

(8:10 pm IST)