Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મુન્નાભાઈ પર ગ્રહણ:ખેરગામનાં માંડવખડકથી મુન્નાભાઈ MBBSની ધરપકડ: બોગસ તબીબ ઝડપાયો

મુન્નાભાઈ પર પોલીસનું સ્વછતા અભિયાન:વલસાડ અબ્રામાની ગોકુલધામ સોસાયટીમાં રહેતો ચંદ્રશેખર શર્મા ખેરગામનાં મંડવખડક ગામે દવાખાનું ચલાવતો હતો

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ:ખેરગામનાં માંડવખડક ગામે ડિગ્રી વગર બોગસ દવાખાનું ચલાવી લોકોની જિંદગી સાથે રમત રમતા મુન્નાભાઈ એમબીબીએસને નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રેડ પાડીને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે.
નવસારી એસઓજીની ટીમને માંડવખડક , તાડપાડા ફળીયું ,તા.ચીખલી,જી.નવસારી ખાતે બોગસ દવાખાનું ચાલે છે તેમાં સારવાર આપનાર ડોકટર પણ બોગસ છે એવી બાતમી મળી હતી.જેના આધારે પો.કો. કિરણકુમાર દિનેશભાઇ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડકના ડોકટર ચંન્દ્રકાંતભાઈ છોટુભાઈ પટેલન સાથે  માંડવખડક ગામે બતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ચંદ્રશેખર રામગોપાલ શર્મા (ઉ.વ. ૫૦) ( રહે .૧૩૦ , ગોકુળધામ સોસાયટી , અબ્રામા વલસાડ  )પાસે ગુજરાત મેડીકલ કાઉન્સીલ તથા ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલની કોઇ માન્યતા પ્રાપ્ત મેડીકલ પ્રેકટીસ અંગેની ડીગ્રી નહી ધરાવતા હોવા છતાં પોતે ડોકટરનો હોદ્દો ધરાવી પોતાના કબજાના દવાખાનામાં મેડીકલ સામાન રાખી મેડીકલ પ્રેકટીસ કરી એલોપેથી દવા,ઇન્જકશન તથા ડોકટરી સાધન સામગ્રી મળી કુલ કિં.રૂ .૧૨,૦૬૬.૫૪ ના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા.તેમને હાલમાં કોવિડ -૧૯ મહામારી અન્વયે તાબામાં લીધેલ છે.તેમની વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૪૧૯ તથા ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની કલમ ૧૫ તથા ધ ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ખેરગામ પોલીસ કરી રહી છે.

(9:55 pm IST)