Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

હવે ડૉક્ટરનાં પ્રિસ્ક્રિપ્શનનાં આધારે ખાનગી કે સરકારી લેબોરેટરીમા કોરોનાનો ટેસ્ટ થઈ શકશે

કોરોના ટેસ્ટ કરવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નથી.

 

ગાંધીનગર : રાજ્યમાં હવે કોરોના ટેસ્ટ કરવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. ખાનગી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર ખાનગી કે સરકારી લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકશે. સરકારી કે ખાનગી લેબોરેટરીમાં કોરોનાં ટેસ્ટ કરાવવા સંદર્ભને લઇને રાજય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે.

 

  ખાનગી તબીબ અને લેબોરેટરીએ જીલ્લા કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીઓને માત્ર -મેલ દ્રારા જાણ કરવાની રહેશે. સરકાર માન્ય મોબાઇલ એપ્લિકેશન પર દર્દીની વિગત અપલોડ કરવાંની રહેશે. કોરોનાં સંક્રમિત થવાની શક્યતાના આધારે દર્દીને ટેસ્ટ કરવાની જરુર જણાય ત્યારે દર્દીને દાખલ કરવાનો રહેશે અને રિપોર્ટ નેગેટિવ આવે તો દર્દીની સ્થિતિના આધારે ડોક્ટર રજા આપી શકશે

 . ICMRની ગાઈડલાઇન સિવાયનાં કિસામાં જો કોરોનાં ટેસ્ટ કરવાનો થાય તો જે તે હોસ્પિટલ તબીબે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિકલ સુપ્રિટેન્ડન્ટની તેમજ, જીલ્લા આરોગ્ય અધિકારી,આરોગ્ય અધિકારી મહાનગર પાલિકાની મજૂરી લેવી પડશે. મંજૂરી આપનાર અધિકારીએ મંજૂરી માટેની અરજી મળ્યાનાં 24 કલાકમાં યોગ્ય જણાય તો મંજૂરી આપવાની રહેશે.

(12:37 am IST)