Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

વાવાઝોડાનાં સામના માટે ઊર્જા વિભાગ સજ્જ : સૌરભ પટેલ ઊર્જા વિભાગ દ્વારા કંપનીઓમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો

વીજળી ન ખોરવાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે

 અમદાવાદ, તા. ૨:     વાવાઝોડા નિસર્ગ અસરને લઈને ઊર્જા વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાની અસર થાય તો વીજળી ન ખોરવાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે. આ મામલે સૌરભ પટેલ પ્રતિક્રિયા આપી છે કે, ઊર્જા વિભાગ દ્વારા તમામ કંપનીઓમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. તમામ કંટ્રોલ રૂમમાં નોડલ ઓફિસરની નિમણૂંક કરાઈ છે. ઊર્જા વિભાગ દ્વારા પ્રાધાન્ય હોસ્પિટલ, સરકારી કચેરી, સીએચસી, પીએચસીમાં વિજળી ન ખોરવાય તેવી તૈયારીઓ કરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, વાવાઝોડાની અસરને લઈને ઊર્જા મંત્રી સૌરભ પટેલનુ નિવેદન આવ્યું છે. વીજળી ખોરવાઈ નહી તેવી વ્યવસ્થા કરી છે. ૬૮૩ કોન્ટ્રાક્ટરો જરૂર પડે ત્યાં પહોંચી જશે. ૧૦૪ સબ ડિવિઝનમાંથી કર્મચારીઓ તૈયાર હશે. વાવાઝોડુ આવશે તો ઊર્જા વિભાગની તમામ તૈયારી રેડી છે.   ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. નિસર્ગ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે નહી ટકરાય તેવું હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યુંુ છે. જયંત સરકારે પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ કે, નિસર્ગ વોવાઝોડું ગુજરાતના દરિયાકિનારે નહીં ટકરાય. હાલમાં વાવાઝોડું સુરતથી ૬૭૦ કિમી, પણજીથી ૨૮૦ કિમી, મુંબઈથી ૪૫૦ કિમી દૂર છે. આગામી ૬ કલાકમાં સાયક્લોન તૈયાર થશે. ૧૨ કલાકમાં સિરિયસ સાયક્લોન તૈયાર થશે. બુધવારે બપોરે રાયગઢ અને દમણ વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. ૩ જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ સુરતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે ૪ જૂને તાપી, ડાંગ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

(12:04 am IST)