Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમદાવાદમાં કોરોનાના વધુ 279 કેસ સહીત રાજ્યમાં નવા 425 કેસ : કુલ કેસનો આંકડો 17,632 થયો : મૃત્યુઆંક 1092

સુરતમાં નવા 58કેસ, વડોદરામાં વધુ 32 કેસ ,ગાંધીનગરમાં વધુ 15 કેસ અને મહેસાણામાં નવા 5 કેસ નોંધાયા : વધુ 1114 દર્દીઓ સાજા થયા :કુલ 11,894 દર્દીઓ કોરોનાને મ્હાત આપી

અમદાવાદ :કોરોના વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે,રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી

    આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 415 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 17,632 થઇ છે. અમદાવાદમાં સૌથી વધુ 279 કેસ નોંધાયા છે સુરતમાં છેલ્લા 24 કલાકમાં 58 કેસ કોરોના વાયરસના નોંધાયા છે.વડોદરામાં નવા 32 કેસ નોંધાયા છે જયારે ગાંધીનગરમાં વધુ 15 કેસ નોંધાયા છે

  છેલ્લા 24 કલાકમાં 1114 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. તો આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 11,894 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.  .

(8:29 pm IST)