Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

પાલીતાણમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ : સાવકુંડલામાં વીજળી પડતા 16 પશુઓના મોત

નાળ ગામે વીજળી પડતા 16 બકરીના મોત: ડુંગર પર માલધારી બકરીઓ ચરાવી રહ્યો હતો ત્યારે વીજળી પડી હતી.

પાલીતાણા : રાજયમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવાયો છે પાલિતાણાના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે.સાવરકુંડલા પાસે આવેલા નાળ ગામે વીજળી પડતા 16 બકરીના મોત નીપજ્યા છે. ડુંગર પર માલધારી બકરીઓ ચરાવી રહ્યો હતો ત્યારે વીજળી પડી હતી. માલધારીને મોટુ નુકસાન પહોંચ્યું છે.

રાજયના ઘણા જિલ્લઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે વરસાદ પડ્યો હતો. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ગઇકાલે ભાવનગરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ફરી વાવાઝોડાની અસરના પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઉનાળુ પાક તલ, મગફળી, મગ,બાજરાને નુકસાન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.સાવરકુંડલા પાસે આવેલા નાળ ગામે વીજળી પડતા 16 બકરીના મોત નીપજ્યા છે

(7:36 pm IST)