Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મહેસાણા એલસીબીએ વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાઈ 10 હજારના મુદામાલ સાથે 12 શખ્સોની અટકાયત કરી

મહેસાણા:એલસીબીએ સોમવારના રોજ વહેલી સવારના ૫થી વાગ્યા દરમીયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૨ દેશી દારૂના ભઠ્ઠીઓ, અડ્ડાઓ ઉપર રેડ કરી ૧૦ હજારના મુદ્દામાલ સાથે ૧૨ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે

મહેસાણા શહેરમાં પ્રથમ વાર એલસીબી પોલીસે શહેરના એડિવિઝન વિસ્તારમાં વહેલી સવારના વાગ્યાથી વાગ્યા દરમીયાન મેગા ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેમાં તાવડીયા રોડ, લાખવડી ભાગોળ, અમરપરા, ભોંયરા વાસ, શોભાસણ રોડ, ઉડી ફળીમાં રહેતા નામચીન બુટલેગરના ત્યાં રેડ કરી હતી. જેમાં દેશી દારૃની ભઠ્ઠી તથા જુદી જુદી જાતનો દેશી દારૂ મળી આવ્યો હતો.વિવિધ રેડમાં  ૧૨ જેટલા આરોપી પકડી પાડી એડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે. રેઇડ દરમીયાન ૫૦૦ લીટર વાંસ, ૩૦ લીટર દારૂ, ૪૦ બેરલ તથા ભઠ્ઠી માંથી કેરબા સહિત ૧૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:37 pm IST)