Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

હિટ એન્ડ રન: ચંદ્રાલા નજીક સાંજના સુમારે મોપેડ સવાર યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા યુવકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

ગાંધીનગર: જિલ્લામાં લોકડાઉન ખુલતાંની સાથે વાહન વ્યવહાર પણ પૂર્વવત થઈ ગયો છે. પરંતુ અકસ્માતની ઘટનાઓ પણ સતત વધી રહી છે. ગઈકાલે સાંજે ચંદ્રાલા પાસે મોપેડ સવાર નિકોલના યુવાનને અજાણ્યા વાહને અડફેટે લઈ લીધો હતો. જેમાં યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ઘટના અંગે ચિલોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.    

બે મહિનાના લોકડાઉન બાદ હવે અનલોક- શરૂ કરી દેવામાં આવ્યું છે. ધંધા રોજગાર શરૂ થતાંની સાથે હાઈવે માર્ગો ઉપર વાહન વ્યવહાર પણ પૂર્વવત બની ગયો છે જો કે તેના કારણે અકસ્માતના બનાવો પણ વધી રહયા છે. અમદાવાદના નિકોલ ખાતે તીર્થભુમિ રેસીડેન્સીમાં મકાન નં.બી/૧૦ર ખાતે રહેતો યુવાન જયેશભાઈ ગોપાલભાઈ પટેલ ગઈકાલે બપોરે તેના ઘરેથી મોપેડ નં.જીજે-૧૮-પી-પ૯૯૯ લઈને થોડીવારમાં આવું છું તેમ કહી નીકળ્યો હતો

(5:37 pm IST)