Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

આમોદ તાલુકાના ડંડાબોરમાં રહેતા દંપતીને બાઈક પર જતા શ્વાન આડે આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ભરૃચ:જિલ્લાના આમોદ તાલુકાના ડંડાબોર ગામે રહેતા ભાઇલાલભાઇ રોહિત કન્સ્ટ્રકશનનું કામ કરે છે. આજે સવારે પાંચ વાગ્યે તેઓ  પત્ની સરસ્વતીબેન સાથે બાઇક પર સાસરીમાં વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામે જતા હતા.

 સવારે સાડા વાગ્યે  નેશનલ હાઇવે વાઘોડિયા એલ એન્ડ ટી નોલેજ સિટિની સામે રસ્તામાં કુતરૃ આવી જતા દંપતી બાઇક પરથી ફંગોળાયા હતાજો કે સદનસીબે પાછળથી કોઇ ભારદારી વાહન આવતું હોય તેઓ બચી ગયા હતા. પરંતુ સરસ્વતીબેનને માથામાં અને મોઢા પર ઇજા પહોંચી હતી. જેથી ભાઇલાલભાઇ રોહિત પત્નીને લઇને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. સરસ્વતીબેનને સાંજે રજા આપી દેવાતા ભાઇલાલભાઇ પત્નીને લઇને પરત વડોદરા આવી ગયા હતા

(5:33 pm IST)